ભારતમાં 7 ન્યૂક્લિયર રિએક્ટરનું નિર્માણ ચાલુ, બીજા 17 પર કામ જલદી શરૂ થશે- ઉર્જા સચિવ

2019-10-19 974

ભારતમાં સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહિત કરવા અને જીવાશ્મ ઈંધણ પર આધાર ઓછો કરવા માટે ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCIL) એટમિક પ્લાન્ટના નિર્માણનું કામ ઝડપથી શરુ કર્યું છે શુક્રવારે ભારતીય ઉર્જા ફોરમના એક કાર્યક્રમ દરમિયાન પરમાણુ ઉર્જા વિભાગના સચિવ કેએન વ્યાસે કહ્યું કે દેશમાં અત્યારે 7 એટમિક રિએક્ટરનું નિર્માણકાર્ય ચાલુ છે તે સિવાય 17 નવા રિએક્ટર પર જલદી કામ શરુ થઇ જશે

વ્યાસે કહ્યું કે અમે રિએક્ટર્સનું એક સાથે મોટ સ્તર પર નિર્માણ શરુ કરવાના છીએ જેથી તેમને બનાવવાનો ખર્ચો અને સમય બન્ને ઓછા થઇ શકે NPCILએ ગત વર્ષે કહ્યું હતું કે 2030 સુધી ભારતમાં 21 નવા એટમિક રિએક્ટર્સનું કામ પૂરુ કરી લેવામાં આવશે

Free Traffic Exchange

Videos similaires