ડિંડોલીમાં જ્વેલર્સની દુકાનમાં દોઢ લાખની ચોરી કરનારા ચોર સીસીટીવીમાં કેદ

2019-10-19 397

સુરતઃડિંડોલીના કરાડવા રોડ પર આવેલ માધવ કોમ્પલેકસમાં આવેલા માં શારદા જ્વેલર્સની દુકાનને અજાણ્યા તસ્કરોઓએ નીશાન બનાવી હતી દુકાનમાંથી સોનાના દાગીના મળીને કુલ રૂ 155 લાખની ચોરી કરી કરતાં તસ્કરો ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા હતામૂળ યુપીના રહેવાસી અને હાલ સુરતના ડિંડોલી સ્થિત મોનાનગરમાં રહેતા ક્રિપાલચંદ છોટેલાલ સોનીએ ડિંડોલી પોલીસ મથકમાં ચોરીની ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, તેઓની ડિંડોલીની કરાડવા રોડ પર આવેલા માધવ કોમ્પલેકસમાં માં શારદા જવેલર્સ નામની દુકાન ધરાવે છે દરમિયાન તેઓની દુકાનને અજાણ્યા બે તસ્કરોએ નિશાન બનાવી એકબીજાની મદદગારીથી 155 લાખની સોનાની વીંટીઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

Videos similaires