વડોદરાઃછાણી વિસ્તારમાં આવેલી એલ એન્ડ ટીની ચાર માળની બિલ્ડીંગનો આગળનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી જ્યારે ત્રણ લોકો દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે દુર્ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશનર, ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં હાલ ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છેઈજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યાં છે હાલ એક વ્યક્તિનું મોત થયું છે