ભારતીય સેનાને પહેલીવાર દેશમાં બનેલા 40 હજાર બુલેટ પ્રૂફ જેકેટ્સ આપવામાં આવ્યા છે આ જેકેટ્સનો પહેલો જથ્થો જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં જોડાયેલા સૈનિકોને મળશે જેકેટ્સ બનાવતી કંપની એસએમપીપી પ્રાઈવેટ લિમિટેડ તરફથી મેજર જનરલ અનિલ ઓબેરોયે જણાવ્યું કે, સેનાના જવાનો માટે સમય પહેલાં જ બધો ઓર્ડર પૂરો કરી દેવામાં આવશે સરકારે આ ઓર્ડર પૂરો કરવા માટે કંપનીને 2021 સુધીનો સમય આપ્યો છે પરંતુ 2020ના અંત સુધીમાં આખો ઓર્ડર પૂરો થઈ જશે