ચાની હોટલ પર સોડાની બોટલના ઘા કરી તોડફોડ કરનારનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું

2019-10-18 6,038

રાજકોટ:રાજકોટ શહેરમાં કાયદાનો કોઇ ખોફ રાખ્યા વગર અસામાજીક તત્વો સરાજાહેર આતંક મચાવી લોકોમાં ભય ફેલાવી રહ્યાં છે ત્યારે ગુરુવારે બપોરે પારસી અગિયારી ચોકમાં આવેલી ચાની દુકાને ધસી આવેલા પાંચ શખ્સે કાચની બોટલોના ઘા કરતા નાસભાગ મચી ગઇ હતી કાચની બોટલોના ઘા થતાં ચાની દુકાનના બે કર્મચારીને ઇજા થઇ હતી મફ્તમાં ચા-નાસ્તો કરી જતા શખ્સ પાસે પૈસા માગતાં સવારે ઝઘડો કરીને ગયા બાદ બપોરે અન્ય શખ્સોને સાથે લઇ આવી આતંક મચાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી પોલીસે મુખ્ય સુત્રધાર સદામની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું તેમજ બે હાથ જોડાવી માફી મગાવી હતી હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી

Videos similaires