સુરતમાં દીકરાના મોત બાદ તણાવમાં રહેતા માતા-પિતાનો સામૂહિક આપઘાત

2019-10-18 10,949

સુરતઃઅલથાણ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પેલેસમાં સવારના સમયે પતિ-પત્નીએ સામૂહિક રીતે આપઘાત કરી લીધો હતો પતિ પત્નીના ગળે ફાંસો ખાધેલી હાતલમાં મળી આવ્યાં હતાંજેથી આ અંગ સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી આપઘાત કરી લેનાર ભરત બાબુલાલ પટેલ અને તેમની પત્ની પલ્લવી ભરતભાઈ પટેલના એકના એક દીકરા પ્રેમનું 22 વર્ષની વયે બ્લડ કેન્સરના કારણે ચાર મહિના અગાઉ 16મી જૂનના રોજ અવસાન થયું હતું દીકરાના મોત બાદ એકલવાયું જીવન જીવતા પતિ પત્ની ભારે તણાવમાં રહેતા હતાં તણાવમાં ગરક થયેલા પતિ પત્નીએ સામૂહિક આપઘાત કરી લીધો હોય તેવું માનવામાં આવી રહ્યું છે

Free Traffic Exchange

Videos similaires