ઉત્તર પ્રદેશના રામપુરમાં ચૂંટણી પ્રચાર સમયે ભાજપના નેતાએ મતદારો સ્ટેજ પરથી અનોખો જાદુ બતાવ્યો હતો સ્ટેજ પર તેમણે બતાવેલી આ શાનદાર કલાકારી જોઈને સૌ કોઈને નવાઈ લાગી હતી અજય દિવાકર નામના આ નેતાએ મંચ પર હાજર અન્ય નેતાઓની સામે ભાજપ સહીત અન્ય ત્રણ ફ્લેગ લઈને તેમાંથી માત્ર ભાજપનો એક ફ્લેગ બનાવી દીધો હતો રાજ્યની અન્ય ત્રણ પાર્ટીઓ જેવી કે સમાજવાદી પાર્ટી, બસપા અને કોંગ્રેસના ઝંડા લઈને તેના પર જાદુ કર્યો હતો
આ નેતાએ આ ચાર ફ્લેગને બાંધીને તેમને ગોળ બોલની જેમ વાળી દીધા હતા પછી મહાન જાદુગરની જેમ જોરથી તેમણે જ્યારે આ ફ્લેગમાં બનાવેલો દડો ખોલ્યો તો તેમાંથી માત્ર ભાજપનો જ ફ્લેગ રહ્યો હતો