ઘણીવાર આપણે એવી પરિસ્થિતિમાં મુકાઇ જતા હોઈએ છીએ કે પૈસાની જરૂર હોય અને ATM કે બેંક ન મળે ખાસ કરીને ગામડામાં કે પછી હાઇવે ઉપર ઘણી વાર આવી સ્થિતિ સામે આવે છે મોટા શહેરોમાં પણ ખાસ કરીને શહેરના બહારના અને ઔદ્યોગિક વિસ્તારોમાં બેંક અને ATM ઓછા પ્રમાણમાં હોવાની ફરિયાદ હમેશા રહે છે જોકે, જ્યારથી પેમેન્ટ્સ બેંક મોડેલ અમલમાં આવ્યું છે ત્યારથી આ પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે પેમેન્ટ્સ બેંકના આવવાથી નાના શહેરોમાં કરિયાણાની દુકાનો, મોબાઈલ શોપ અને પેટ્રોલ પંપ પર હવે રૂપિયા જમા કરાવવા, ઉપાડવા અને મની ટ્રાન્સફર કરવા જેવું બેઝિક બેન્કિંગ પણ થઇ રહ્યું છે