થરાદની દેના બેંકમાં શોર્ટ સર્કિટથી આગ, લાખો રૂપિયા સહિત ઓફિસનું ફર્નિચર બળીને ખાખ

2019-10-18 265

પાલનપુર: થરાદમાં આવેલી દેના બેંકમાં વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી આગને પગલે બેંકમાં રહેલા લાખો રૂપિયા અને ફર્નિચર તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઇ ગયા હતા આગને કાબૂમાં લેવા થરાદ નગરપાલિકાના બે ફાયર ફાઈટરો પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો થરાદમાં એક કોમ્પલેક્સના પહેલા માળે આવેલી દેના બેંકની શાખામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર ઓફિસનું તમામ ફર્નિચર, લાખો રૂપિયા, ઇલેક્ટ્રિક ઉપકરણો, ડોક્યુમેન્ટની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી

Videos similaires