સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકોએ દૂધના ભાવફેર સહિતની માંગણી સાથે રેલી યોજી

2019-10-17 50

હિંમતનગર: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ દૂધના ભાવ ફેર મામલે રેલી યોજી હતી કિસાન સભાના નેજામાં મોટી સંખ્યામાં બંને જિલ્લાના પશુપાલકો રેલીમાં ઉમટી પડ્યા હતા રેલી પીપલોદી બસ સ્ટેન્ડથી સાબર ડેરી સુધી યોજાઈ હતી ભાવ ફેર મામલે પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો પશુપાલકો 2017-18માં 33 ટકા જાહેર થતાં પશુપાલકોમાં રોષ ભભૂકેલો જેને પગલે કિસાન સભાએ ડેરીના નિર્ણય સામે આંદોલન કરેલા અને ભાવફેર 65 કરાયેલા પરંતુ તત્કાલિન ચેરમેન જેઠા પટેલે 2017-18ના ભાવફેર ચૂકવવા માટે 2018-19ના ચાર માસનો એડવાન્સ ભાવફેર 32 ટકા લઈને65 ટકા ચૂકવ્યો હતો એ રીતે 2017-18નો ભાવફેર65 ટકા નહીં પણ 33 ટકા જ ચૂકવ્યો હોવાનો કિસાન સભા દ્વારા દાવો કરાયો છે

Videos similaires