સર્બિયામાં ચાલી રહેલી ઈન્ટર પાર્લામેન્ટરી યુનિયન(IPU)ની બેઠકમા ભારતીય પ્રતિનિધિમંડળે કાશ્મીર મુદ્દાને ઉઠાવવા અંગે પાકિસ્તાનને આડે હાથે લીધું હતું પ્રતિનિધિમંડળમાં સામેલ કોંગ્રેસ નેતા શશિ થરૂરે બુધવારે કહ્યું કે, એક દેશ જે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાઓનો જવાબદાર છે, તે કાયદાનું જાણકાર હોવાનો ઢોંગ કરી રહ્યું છે ભારતની સંસદ આ નાપાક ઈરાદાઓને સફળ નહીં થવા દેIPUમાં ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લોકસભા સ્પીકર ઓમ બિરલા કરી રહ્યાં છે
લોકસભા સચિવાયલે થરૂરનો વીડિયો પણ શેર કર્યો હતો સચિવાલયના જણાવ્યા પ્રમાણે, ભારતીય પ્રતિનિધિમંડળે બે અલગ અલગ સત્રોમાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળના જમ્મુ કાશ્મીર પર ઉઠાવાયેલા સવાલોને આધારહિન જાહેર કરી દીધા હતા થરૂરે કહ્યું કે, પાકિસ્તાને જે મુદ્દો ઉઠાવ્યો, તે ભારતનો આંતરિક મામલો છે પાકિસ્તાન સસ્તી લોકપ્રિયતા હાંસિલ કરવા માંગે છે