મુંબઈ:મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેના તરફથી પ્રથમવાર ઠાકરે પરિવારના આદિત્ય ઠાકરે વરલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે આ વિસ્તારમાં દક્ષિણ ભારતીયોની સંખ્યા વિશેષ છે તેમને આકર્ષવા માટે આદિત્યએ લુંગી પહેરીને પ્રચાર શરૂ કર્યો છે વિધિની વક્રતા એ છે કે એક જમાનામાં શિવસેનાના સર્વેસર્વા બાળાસાહેબ ઠાકરેએ બજાવ પુંગી, હટાવ લુંગીનું સૂત્ર આપ્યું હતું આજે બાળાસાહેબનો પૌત્ર લુંગી પહેરીને ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે