અસારવાથી નીકળેલી ડેમુ ટ્રેનનું રસ્તામાં તમામ સ્ટેશને સ્વાગત કરાતાં અઢી કલાક મોડી પહોંચી

2019-10-16 839

હિંમતનગર: અમદાવાદ - ઉદેપુર બ્રોડગેજ પરિવર્તન શરૂ કરવાને પગલે 31 ડિસે-2016 ના રોજ મીટર ગેજ રેલ્વેને છેલ્લી વખત વિદાય કર્યા બાદ પોણા ત્રણ વર્ષે હિંમતનગર રેલ્વે સ્ટેશન પર સાંજે 6:45 વાગ્યે ડેમૂ ટ્રેન આવી પહોંચતા ઉપસ્થિત લોકો હર્ષઘેલા બન્યા હતા અને અડધો કલાકના રોકાણ બાદ ટ્રેન પરત અસારવા જવા નીકળતા કુલ રૂ1290 ની ટીકીટોનુ વેચાણ થયુ હતું પ્રથમ દિવસે 12 ડબ્બાની ડેમુ ટ્રેન આવી હતી