મહેસાણા-વડનગર વચ્ચે ટ્રેનનો પ્રારંભ, પ્રથમ દિવસે 250 લોકોએ મુસાફરી કરી

2019-10-16 1,253

મહેસાણા: મહેસાણા-વડનગર બ્રોડગેજ લાઇન ઉપર 34 મહિના બાદ મંગળવારથી શરૂ થયેલી ડેમુ ટ્રેનમાં પહેલા દિવસે લોકોએ રૂ10માં સહેલગાહ કરી કોઇ પૌત્ર કે પૌત્રીને લઇને તો કોઇ પુત્ર સાથે ટ્રેનમાં બેઠું મહેસાણાથી ટ્રેન વિસનગર પહોંચી ત્યારે નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, તો વડનગર સ્ટેશને પહોંચતાં નગરજનોએ વંદે માતરમના નારા સાથે ટ્રેનનાં વધામણાં કર્યા હતાં સમગ્ર રૂટ પર લોકોએ ટ્રેનનું સ્વાગત કર્યું હતું પ્રથમ દિવસે મહેસાણાથી વડનગરની 45 ટિકિટ અને સાંજે 5 વાગે વડનગરથી મહેસાણા વચ્ચે 90 મુસાફરે ટિકિટ લઇ મુસાફરી કરી હતી તો વિસનગરથી વડનગરની 100થી વધુ લોકોએ મુસાફરી કરી હતી

Videos similaires