જામનગરમાં ડેન્ગ્યૂને કારણે 14 દિવસમાં 11 લોકોનાં મોત
2019-10-15 1,953
મંગળવારે 46 નવા કેસ અને વધુ એક વ્યક્તિનું ડેન્ગ્યૂથી મોત થતાં આરોગ્ય તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે 15 દિવસમાં જ પોઝિટિવ કેસની સંખ્યા 723 થઈ ગઈ છે સ્થિતિની ગંભીરતાને જોતા રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ જીજી હૉસ્પિટલની મુલાકાત લીધી હતી