મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષોનો પ્રચાર પૂરજોશમાં છે ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના યવતમાલામાં રેલી કરી હતી, તેઓ અર્થ વ્યવસ્થાની નબળી સ્થિતિ, નોટબંધી, જીએસટી, બેરોજગારી જેવા મુદ્દે મોદી સરકારને ઘેરી રહ્યા છે દેશમાં નોટબંધી કે જીએસટીથી ગરીબોને લાભ થયો નથી તેમણે આજે મહારાષ્ટ્રના યવતમાલમાં નરેન્દ્ર મોદી પર ખોટુ બોલવાનો આરોપ લગાવ્યો હતો ખાતાઓમાં 15 લાખ આપવાના, ખેડૂતોના ખાતાઓમાં 6 હજાર આપવાનો ઉલ્લેખ કર્યો હતો તેમણે જનસભામાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર, અનુચ્છેદ 370 અને કોર્બેટ પાર્કની વાત કરવામાં આવે છે પરંતુ સરકાર બેરોજગારીની વાત નહીં કરે ખેડૂતો, મજૂરો અને ગરીબ લોકોના ખિસ્સામાંથી પૈસા છીનવી શ્રીમંતોને આપવામાં આવી રહ્યા છે