પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારના હરિયાણાના ચરખી દાદરીમાં ચૂંટણીસભાને સંબોધિત કરી હતી અહીં તેમણે કુશ્તીમાંથી રાજકારણમાં પ્રવેશ કરનાર રેસલર બબીતા ફોગાટના સમર્થનમાં મત માંગ્યા તેમણે કહ્યું કે હરિયાણામાં ‘મ્હારી છોરી છોરો સે કમ હૈ કે’નો નારો એક અભિયાન બની ગયું છે આવો અવાજ જ્યારે આંદોલન બને ત્યારે દુનિયા કહેવા માટે મજબૂર થાય છે કે હિન્દુસ્તાનની દીકરીઓ ધાકડ છે બપોરે મોદી કુરુક્ષેત્ર પહોંચશે અહીં જીટી રોડ બેલ્ટના 17 ઉમેદવારનો સમર્થનમાં સભાને સંબોધિત કરશે