વડોદરાઃ વડોદરા શહેર નજીક સેવાસી-ભીમપુરા રોડ પર સન સિટીની બાજુમાં એક્સપ્રેસ હાઇવેની કામગીરી દરમિયાન હાઇટેક ક્રેઇનની અડફેટે મહિલાનું મોત થયું હતું ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોએ મહિલાના પરિવારજનોને યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી અને યોગ્ય વળતર નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી