છોટાઉદેપુરના કઠમાંડવાનો શિક્ષક ચાલુ પરીક્ષાએ નશામાં વિદ્યાર્થીઓ વચ્ચે જ ઊંઘી ગયો

2019-10-15 5,496

બોડેલીઃ બોડેલી તાલુકાનાં અંતરિયાળ કઠમાંડવા ગામની પ્રાથમિક શાળામાં બપોરે બાળકો પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે પોતાની જવાબદારીનું ભાન ભૂલીને એક શિક્ષક નશામાં ચકચૂર બનીને બાળકો વચ્ચે સુઈ ગયો હતો, જેની જાણ થતા જ ગ્રામજનો ત્યાં પહોંચ્યા હતા ત્યારે શિક્ષકે બીમાર હોવાનું બહાનું બતાવી ત્યાંથી જતો રહ્યો હતો "એક શિક્ષક સો માતા ની ગરજ સારે છે’, તેવી ઉક્તિને એક શિક્ષક જ લજવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છેચાલુ પરીક્ષાએ બાળકો એક તરફ લખતા હોય અને શિક્ષક દારૂ ઢીંચીને બાળકોની હાજરી છે ત્યાં જ સુઈ જાય ત્યારે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે તે વિશે રાજ્યના શિક્ષણ વિભાગને અવશ્ય પૂછવું જોઈએ બોડેલીના કઠમાંડવા ગામની ઘો1થી 5 ની પ્રાથમિક શાળામાં હાલ છ માસિક પરીક્ષા ચાલી રહી છેન ત્યારે ઘો3 થી5 નાં બાળકો વર્ગ ખંડમાં લખી રહ્યા હતા ત્યારે રાવજીભાઈ વસાવા નામનો શિક્ષક નશો કરેલી હાલતમાં વર્ગમાં જ સુઈ ગયો હતો બાળકો પણ અચરજ પામ્યા હતા

Videos similaires