નવી દિલ્હીઃરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA)અજીત ડોભાલે સોમવારે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અંગે કહ્યું કે, આ ઠીક એવું જ છે, જેમ દેશની પોલીસ અંડરવર્લ્ડના લોકોનું સમર્થન કરવાનું શરૂ કરી દે ડોભાલ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના પ્રમુખની બેઠકમાં અજીત ડોભાલે સ્વીકાર્યું છે કે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે(FATF) પાકિસ્તાન પર દબાણ કર્યું છે પાકિસ્તાન પર આ પ્રકારનું દબાણ કોઈ અન્ય કોઈ કાર્યવાહી દ્વારા શક્ય નહોતું લાગતું