ભક્તોના માથે પગ મૂકીને પૂજારી આપે આશીર્વાદ, વાઈરલ થયો વીડિયો

2019-10-14 106

મંદિરમાં ભક્તો ભગવાનની પૂજા કરીને આશીર્વાદ મેળવે કે પછી પૂજારીને પગે લાગે એ તો પરંપરાનો ભાગ કહી શકાય પણ શું તમે સાંભળ્યું કે જોયું છે ખરું કે ક્યાંય કોઈ પૂજારી ભક્તોના માથા પર પગ મૂકીને તેમને આશીર્વાદ આપે છે સાંભળવામાં ભલે અજૂગતું લાગતું હોય પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયોથી આ વાત બહાર આવી હતી જેમાં પૂજારીને માથે પગ મૂકીને આશીર્વાદ આપતા જોઈને યૂઝર્સ પણ વર્ષોથી ચાલી આવતી આ પરંપરા સામે રોષે ભરાયા હતા

ઓડિશામાં આવેલા કોરાધ પાસેના બાનુપર ગામના આ વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પૂજારી તેમની સામે નતમસ્તક થયેલા ભક્તોના માથે જે રીતે પગ મૂકીને આશીર્વાદ આપે છે તે જોઈને ફરી એકવાર આસ્થા અને અંધવિશ્વાસ પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી જ્યારે આર સામંત્રે નામના આપૂજારીને આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે પોતાનો પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે વીડિયોમાં દેખાતા દરેક યજમાનને અમારા પર શ્રદ્ધા છે જે લોકો આ પરંપરા સામે આંગળી ઉઠાવે છે તેમને આ પૂજા વિશે કોઈ જ જાણકારી નથી ભલે આ વીડિયો જોઈને લોકોને ખોટું લાગતું હોય પણ આ અમારી વર્ષો જૂની પરંપરા છે જેનું અમે આજે પણ પાલન કરીએ છીએ

Videos similaires