સુરતના ઉધના-મગદલ્લા રોડ પર ઘરમાં ગેસ સિલિન્ડર સળગતા ભાગદોડ

2019-10-14 749

સુરતઃ ઉધના-મગદલ્લા રોડ પર આવેલા પંચશીલ નગર ના એક ઘરમાં ગેસ સિલિન્ડર સળગતા ભાગદોડ મચી ગઈ હતી આગ પર કાબુ મેળવવા પાણીથી ભીના કપડાં અને પાણીનો મારો કરવા છતા આગ કાબુમાં ન આવતા ફાયરને જાણ કરી હતી ફાયરના જવાનોએ ઘટના સ્થળે દોડી સિલેન્ડરની આગ પર કાબુ મેળવ્યો હતો મળતી માહિતી પ્રમાણે, અર્જુન સ્વાઈ સહિત 7 જણા ઉધના-મગદલ્લા રોડ પર આવેલા પંચશીલ નગરમાં રહે છે તમામ ઓરિસ્સાના વતની અને સચાખાતા અને એમ્બ્રોડરીના કારીગર છે સવારના ભોજનની તૈયારી કરતી વખતે અચાનક ગેસ સિલેન્ડરે આગ પકડ્યા બાદ રેગ્યુલેટર સળગવા લાગતા ભાગદોડ મચી ગઇ હતી ગેસ સિલિન્ડરની આગમાં ઘર વખરીનો સામાન અને અનાજ બળી ગયું હતું

Videos similaires