ભાલકાતીર્થમાં માયાભાઇ અને રાજભાના ડાયરામાં એક કલાકમાં લાખો રૂપિયા ઉડ્યા

2019-10-14 5,393

વેરાવળ: વેરાવળના ભાલકાતીર્થમાં આહીર સમાજ દ્વારા ગત રાત્રે લોકડાયરો યોજાયો હતો જેમાં રાજભા ગઢવી અને માયાભાઇ આહીરે લોકગીતો લલકારતા એક કલાકમાં જ સમાજના લોકોએ લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો નોટોથી સ્ટેજ ઉભરાયું હતું અને નોટ ગણવા માટે મોટી સંખ્યામાં યુવાનો કામે લાગ્યા હતા વેરાવળ ખાતે આવેલા ભાલકાતીર્થ મંદિરના સુવર્ણ શિખર અને ધર્મધજા મહોત્સવનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો ત્યારે ગત રાત્રે મહોત્સવનો અંતિમ દીવસ હોય આહીર સમાજ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ડાયરામાં લોક ગાયક રાજભા ગઢવી, માયાભાઈ આહીર તેમજ તાલાલાના કોંગી ધારાસભ્ય અને આહીર સમાજના પ્રમુખ ભગવાન બારડ, રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર પર મન મૂકીને આહીર સમાજના લોકોએ લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો

Videos similaires