સુરતના સિલ્ક સિટી માર્કેટની દુકાનમાં લાગેલી આગ કાબુમાં

2019-10-14 792

સુરતઃ રિંગરોડ સ્થિત આવેલી ટેક્સટાઈલ માર્કેટની બાજુમાં આવેલી સિલ્ક સિટી માર્કેટની દુકાનમાં આગ ફાટી નીકળી હતી જેના પગલે માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો જોકે, વેન્ટીલેશનની સુવિધા ન હોવાથી ધુમાડો આખી માર્કેટમાં ભરાઈ ગયો હતો હાલ ધુમાડો બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે

Videos similaires