હોશંગાબાદ પાસે રોડ અકસ્માતમાં 4 રાષ્ટ્રીય હોકી ખેલાડીઓના મોત, 3ની હાલત ગંભીર

2019-10-14 1,363

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં સોમવારે રોડ અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી ખેલાડીઓ મોતને ભેટ્યા છે, જ્યારે ત્રણની હાલત હજુ ગંભીર છે તમામ લોકો હોશંગાબાદમાં યોજાયેલી એક ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા આ દરમિયાન તેમની કાર ઈટારસી અને હોશંગાબાદ વચ્ચે નેશનલ હાઈવે-69 પર એક ઝાડ સાથે અથડાઈ હતીમળતી માહિતી પ્રમાણે, તમામ ખેલાડીઓ હોશંગાબાદમાં ધ્યાનચંદ એકેડમી અખિલ ભારતીય હોકી ટ્રોફીની સેમીફાઈનલ રમવા માટે આવ્યા હતા આ તમામ ખેલાડીઓ સાથી ખેલાડી આદર્શ હરદુઆનો જન્મદિવસ ઉજવવા માટે આયોજકોની મંજૂરી લઈને રવિવારે ઈટારસી ગયા હતા ત્યાંથી સવારે પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી

Videos similaires