તેજસ્વી યાદવની ચૂંટણી સભામાં ખુરશીઓ ઉલળી, મિનિટોમાં મેદાનમાં લોકો બાખડી પડ્યાં

2019-10-14 306

RJD નેતા તેજસ્વી યાદવ બિહારના સહરસા જિલ્લાના સિમરી બખ્તિયારપુરમાં ચૂંટણીપ્રચાર માટે ગયા હતા જ્યાં એક યુવક તેમને હાર પહેરાવવા સ્ટેજ પર ચડ્યો અને તેને સિક્યોરિટી ગાર્ડે રોક્યો, જેના લીધે યુવકને ગુસ્સો આવતા તેણે હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું, અને નીચે ઉતરીને તેણે ખુરશીઓ ફગાવવાનું શરૂ કર્યું, જેથી ત્યાં હાજર લોકોએ તે યુવકને મારતા થોડી જ વારમાં દલીલો હાથાપાઈમાં તબદીલ થઈ અને મેદાનમાં રહેલી ખુરશીઓ લોકો તોડવા લાગ્યા અને એકબીજા પર મારવા લાગ્યા જેમાં ભાગદોડ મચી અને પોલીસે એક યુવકને કબ્જામાં લીધો

Videos similaires