જાપાનમાં 60 વર્ષના સૌથી તાકાતવર વાવાઝોડા હગિબીસમાં મૃત્યુઆંક 35એ પહોંચ્યો છે રવિવારે વાવાઝોડાના કારણે ટોક્યોના મેટ્રોપોલિટન વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો હતો તેનાથી મોટાભાગની નદીઓ જોખમી નિશાન ઉપર આવી ગઈ છે આ દરમિયાન ભારતીય નેવીએ જાપાનની મદદ માટે બે યુદ્ધ સબમરીન મોકલી છે આઈએનએસ સહ્યાદ્રી અને આઈએનએસ કિલ્તાન ભારે વરસાદ અને પૂર પ્રભાવિત વિસ્તારમાં મદદ કરશે વડાપ્રધાન મોદીએ રવિવાર હગિબીસ વાવાઝોડાથી થયેલા નુકસાન વિશે દુખ વ્યક્ત કર્યું હતું તેમણે ટ્વિટમાં કહ્યું હતું કે, ભારત આ મુશ્કેલ સમયમાં જાપાનની સાથે છે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અંતર્ગત જાપાનમાં ભારતીય નેવીના જવાનો રાહત કાર્યમાં મદદ કરી રહ્યા છે