ડોદરા જિલ્લાના સાવલી નજીક લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નહાવા પડેલા 6 પૈકી બે યુવાન ડૂબ્યા હતા જેમાંથી એક યુવાનનો મૃતદેહ મળ્યો છે જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે
વડોદરા સ્થિત એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા 6 મિત્રો આજે રવિવાર રજા હોવાથી લાંછનપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નહાવા માટે ગયા હતા આ સમયે 6 મિત્રો પૈકી 2 મિત્રો અચાનક જ ડૂબવા લાગ્યા હતા જેથી સ્થાનિક તરવૈયાઓએ બંને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી ઘટનાની જાણ થતાં વડોદરા ફાયરબ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી જેમાં મૂળ મુંબઇના અને વડોદરા ખાતે એલએન્ડટી કંપનીમાં નોકરી કરતો અક્ષય કાંધાર(24)નો મૃતદેહ મળી આવ્યો હતો જેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો મૂળ મુંબઇના અને વડોદરા ખાતે એલએન્ડટી કંપનીમાં નોકરી કરતા ચેતન મોરપાણી(24)ની હાલ શોધખોળ ચાલી રહી છે