દાંતા તાલુકાના ખેરમાળ ગામે 13 વર્ષીય કિશોરીના નાણાંના બદલામાં લગ્નથી ખળભળાટ

2019-10-13 2,919

પાલનપુર : બનાસકાંઠાના જિલ્લાના દાંતા તાલુકાના ખેરમાળ ગામે માત્ર 13 વર્ષની કિશોરીને નાણાંના બદલામાં લગ્ન કરાવ્યાનો બનાવ સામે આવ્યો છે કિશોરીના લગ્નના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે તેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે છોકરી પાછી આવી જશે તો પૈસા પાછા આપીશું સહિતની શરતોની વીડિયોમાં કેદ થઈ છે કન્યા ના વિક્રયમાં વચેટિયાઓ હોવાનું સામે આવ્યું છે