મોદીએ કહ્યું- વિપક્ષમાં હિંમત હોય તો અનુચ્છેદ 370 પાછો લાવવાની જાહેરાત કરે

2019-10-13 2,852

વડાપ્રધાન મોદીએ અનુચ્છેદ 370 હટાવવા અને ત્રણ તલાકને ખતમ કરવાના વિરોધ અંગે વિપક્ષને આડે હાથે લીધો હતો રેલીમાં મોદીએ કહ્યું કે, કાશ્મીર અમારું મસ્તક છે, નાપાક પડોશીએ ત્યાં અશાંતિ ફેલાવવાના પ્રયાસો કરી રહ્યા છે અનુચ્છેદ 370 પર અમારો નિર્ણય ઘણા નેતાઓને મંજૂર નથી હું તેમણે પડકાર આપું છું કે, જો તમારામાં હિંમત હોય તો મેનિફેસ્ટોમાં 370ને પાછો લાવવાની જાહેરાત કરો

મોદીએ કહ્યું કે, જનતાએ લોકસભા ચૂંટણીમાં જાતિ અને સંપ્રદાયને ભૂલીને નિર્ણયાક જનાદેશ આપ્યો હતો જેને ભારતની છાપ પર ચાર ચાંદ લગાવી દીધી હતા તમારા આજ જનાદેશનું પરિણામ છે કે આજે ભારતનો અવાજ દુનિયા મજબૂતાઈથી સાંભળી રહી છે વિશ્વનો દરેક દેશ, દરેક વિસ્તાર ભારત સાથે ઊભેલો જોવા મળે છે ભારત સાથે મળીને આગળ વધવા માટે ઉત્સાહિ છે દુનિયાભરમાં ભારતને સન્માન મળી રહ્યું છે, આ બધાની પાછળ માત્રને માત્ર તમારો પ્રેમ અને સમર્પણ છે
વિપક્ષ કાશ્મીર-લદ્દાખ પર મગરના આંસૂ વહાવે છે

Videos similaires