વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે બીજું અનૌપચારિક શિખર સંમેલન શનિવારે પૂરું થઈ ગયું મામલ્લાપુરમમાં 6 કલાકની મંત્રણા દરમિયાન બંને આતંકવાદ અને ધાર્મિક કટ્ટરતા વિરુદ્ધ મળીને લડવા માટે સહમત થયા કાશ્મીર પર અનેક વખતે પાકિસ્તાનની ભાષા બોલી ચૂકેલા ચીને આ મંત્રણામાં કાશ્મીરનો કોઈ ઉલ્લેખ જ ના કર્યો વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે જિનપિંગે મોદીને પાક પીએમ ઇમરાન ખાનના ચીન પ્રવાસ અંગે માહિતી આપી કાશ્મીર અંગે ભારતના વલણથી ચીન વાકેફ છે ગોખલે મુજબ જિનપિંગે આ પ્રવાસથી સંતુષ્ટિ વ્યક્ત કરી તેમણે મોદીને આગામી વર્ષે ત્રીજી અનૌપચારિક શિખર વાર્તા માટે ચીન પધારવા આમંત્રણ આપ્યું છે