હળવદ:હળવદ માર્કેટિંગ યાર્ડમાં અવાર-નવાર ભાવ નીચા જતાં ચક્કાજામ અને ઉગ્ર આંદોલન થતા હોય છે ત્યારે આજે કપાસના અને મગફળીના ભાવ 600થી 700 નીચા જતા ખેડૂતો વિફર્યા હતા રોષે ભરાયેલા ખેડૂતો ચેરમેનની ઓફિસમાં દોડી આવ્યા હતા ત્યારબાદ ખેડૂતોએ હરાજી બંધ રાખી હતી આખરે પોલીસને જાણ કરાતા મામળો શાંત થયો હતો ઝાલાવાડનું સૌથી મોટી ગણાતું હળવદના માર્કેટિંગ યાર્ડમા હળવદ તાલુકાના અને મોરબી જિલ્લા, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, વઢવાણ, સાયલા સહિતના ગામોના હજારો ખેડૂતો પાક વેચવા માટે હળવદ માર્કેટિંગ યાર્ડમા આવે છે