સુરમો વેચનાર 80 વર્ષના દાદાએ બનાવી હાઈટેક બાઈક, અવાજ સાંભળીને પણ કામ કરે

2019-10-12 394

હુનર અને શોખ કોઈ ડિગ્રી કે ઉંમરનો મોહતાજ નથી હોતો આ વાતને સાબિત કરી છે ઉત્તર પ્રદેશના બરેલાના વતની એવા 80 વર્ષીય મોહમ્મદ સહીદે ગલીએ-ગલીએ ફરીને સુરમો વેચનાર આ દાદાએ તેમના ધંધામાં વધારો થાય તે માટે 32 વર્ષ જૂના બાઈકને મોડીફાઈડ કરીને હાઈટેક બનાવી દીધી છે આજકાલ શહેરમાં તેમનું આ ટોર્જન નામનું હાઈટેક બાઈક ચર્ચામાં છે આ બાઈક તેમના ઈશારા પર કામ કરે છે
તેમનું આ બાઈક એટીએમ, પંખો અને સાઉન્ડ સિસ્ટમથી સજ્જ છે સહીદના એક અવાજથી આ બાઈક સ્ટાર્ટ થઈ જાય છે સાથોસાથ તેમના વોઈસ કમાન્ડથી બાઈક સ્ટેન્ડ પરથી ઉતરે અને ચઢે પણ છે
સાવ નિરક્ષર એવા સહીદ નામના આ વૃદ્ધે જણાવ્યું હતું કે આધુનિક બની ગયેલી આ 1987ની બાઈક જોવા માટે હવે ભીડ ઉમટે છે સાથોસાથ હવે આ ભીડના કારણે તેમના ધંધામાં પણ વધારો થયો છે આ બાઈકને તેમણે એ રીતે બેલેન્સ કર્યુ છે કે તેઓ ખુલ્લા હાથે પણ ચલાવી શકે છે કોઈ કોઈ વાર તો તેઓ આ બાઈક પર સ્ટંટની પણ મજા માણે છે
બાઈકમાં લગાવેલું એટીએમ પણ લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે તેમને જ્યારે પણ છુટ્ટા જોઈએ ત્યારે તેઓ એટીએમને વોઈસ કમાન્ડ આપે કે તરત જ તેમાંથી તેટલા સિક્કા બહાર આવી જાય છે તેમણે તેમાં સેન્સર સિસ્ટમ લગાવી છે જે ક્યારેય પણ ખોટી ગણતરી કરતી નથી

Videos similaires