શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો,સર્ચ ઓપરેશન શરૂ

2019-10-12 2,871

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હરી સિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓ દ્વારા ગ્રેનેડ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે આ હુમલામાં 7 લોકો ઘાયલ થયા છે ઘાયલોની સંખ્યા વધે તેવી શક્યતા છે સ્થાનિક પોલીસે હાલ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે ઘાયલ લોકોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

આ ગ્રેનેડ એટેક એ સમયે થયો છે જ્યારે ખીણ વિસ્તારમાં સખત કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક જગ્યાએ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીર રાજ્ય સરકાર દ્વારા ગુરુવારથી જ ખીણ વિસ્તારોમાં પર્યટકોન ફરવા માટે છૂટ આપવામાં આવી છે

Videos similaires