ખેડા:ભારત વિકાસ પરિષદના કપડવંજ શાખાના યોજાયેલા ગરબા કાર્યક્રમમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ઢોલ વગાડવાની સાથે ગરબાની રમઝટ પણ બોલાવી હતી કાર્યક્રમમાં સાંસદે ભારત વિકાસ પરિષદના સભ્યોને શુભેચ્છા પાઠવી સંસ્થાની સામાજિક સેવાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી ઉલ્લેખનીય છેકે, ભારત વિકાસ પરિષદ દ્વારા સમાજમાં વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય તેવા કાર્યક્રમો સાથે રક્તદાન, રોગનિદાન કેમ્પ, સફાઇ અભિયાન, વૃક્ષારોપણ જેવી સામાજીક સેવાના કાર્યો પણ થઇ રહ્યા છે આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કેકેપટેલ , મંત્રી સુરેશ પારેખ, ઉપ-પ્રમુખ ડોક્ટર એ જે રાવલ, ડો જે આર ચૌહાણ સભ્યો તથા મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગરબાની મોજ માણી હતી