પતિ વિરુદ્ધ સમન્સ લઇને બોલિવૂડ અભિનેત્રી સપના વડોદરા પોલીસ સ્ટેશન પહોંચી

2019-10-12 2,132

વડોદરા: કોર્ટે નિર્ધારીત કરેલ ભરણ પોષણ આપવામાં અખાડા કરતા શહેરના રીપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના શહેર-જિલ્લા પ્રમુખ રાજેશ ગોયલ સામે સમન્સ લઇને બોલીવુડ અભિનેત્રી સપના ઉર્ફ સપ્પુ આજે વડોદરા આવી પહોંચી હતી શહેર પોલીસે સમન્સના આધારે કાર્યવાહી હાથ ધરી હતી મુંબઇમાં રહેતી અને 40 જેટલી હિંદી ફિલ્મોમાં બોલ્ડ અભિનેત્રી તરીકે કામ કરી ચૂકેલી સપના ઉર્ફ સપ્પુના લગ્ન વર્ષ-2013માં વડોદરાના રહેવાસી અને રીપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના વડોદરા શહેર-જિલ્લા પ્રમુખ રાજેશ રાજકુમાર ગોયલ સાથે થયા હતા લગ્નના બે-ત્રણ વર્ષ સુધી તેઓનું સુખમય દાંપત્ય જીવન ચાલ્યું હતું દરમિયાન બંને વચ્ચે ખટરાગ શરૂ થતાં તેઓ છૂટા પડી ગયા હતા અને સપના ઉર્ફ સપ્પુ મુંબઇ જતી રહી હતી

Videos similaires