ઈટાલીના મિલાન શહેરમાં રવિવારે અજીબોગરીબ અકસ્માત સર્જાયો હતો જેમાં અલ્ટ્રાલાઈટ વિમાન વેલેંટિનો ચેયરલિફ્ટ ઉડ્યન સમયે જ દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું આ આખી ઘટના ટેગલિયો નગરપાલિકાની હદમાં બની હતી જ્યાં આ વિમાન વિજળીના થાંભલા સાથે અથડાઈને વાયરોની વચ્ચે ફસાઈ ગયું હતું વાયરોની વચ્ચ સપડાતાંની સાથે તેનો પાઈલટ નીચે પટકાયો હતો જેના કારણે તેને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી પ્લેનમાં ફસાયેલા અન્ય મુસાફરોને બચાવવા માટે પણ ફાયર બ્રિગેડની ટીમે ખાસ્સી મહેનત કરી હતી વીડિયોમાં પણ જોઈ શકાય છે આ પ્લેનમાં સવાર મુસાફર તો જીવ બચાવવા માટે તેમાંથી બહાર નીકળીને તરત જ પાંખિયા પર બેસી ગયો હતો સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નહોતી થઈ સોશિયલ મીડિયામાં પણ અજીબોગરીબ રીતે ફસાયેલા આ પ્લેન અને તેના રેસ્ક્યુ ઓપરેશનના વીડિયો વાઈરલ થયા છે