અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં છેલ્લા બે દિવસથી ભડકેલી આગે શનિવારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તેના લીધે લગભગ 1 લાખ લોકોને તેમનું ઘર છોડવા મજબૂર થવુ પડ્યું છે આગ એટલી તીવ્ર અને ફાસ્ટ છે કે દર કલાકે 800 એકરનો વિસ્તાર તેની ચપેટમાં આવી રહ્યો છે પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી સૈન ફર્નાંડો વેલીમાં 7542 એકરનો વિસ્તાર સળગી ચૂક્યો છે આગ હવે લોસ એન્જલસ શહેરથી માત્ર 32 કિલોમીટર દૂર છે તેને ઓલવવાની કોશિષોમાં ગતિ લાવવામાં આવી છે જોકે શુક્રવારે સાંજ સુધી સમગ્ર વિસ્તારની આગમાંથી માત્ર 13 ટકા આગ પર કાબૂ મેળવી શકાયો હતો