સહેલાણીઓની સફારી કાર પાછળ સિંહે દોટ મૂકી, એક કિમી સુધી પીછો કર્યો

2019-10-12 86

સફારી રાઈડ સમયે સિંહને નિહાળવો એ એક અદભૂત અનુભવ હોય છે પણ જ્યારે તે ત્રાડ મારીને તમારી ગાડી પાછળ દોટ મૂકે ત્યારે સો ટકા એ બહુ જ ભયાનક અનુભવ સાબિત થતો હોય છે મેન વર્સિસ વાઈલ્ડ જેવો શોકિંગ ઘટનાક્રમ કર્ણાટકના બેલ્લારીમાં આવેલા ઝૂઓલૉજિક્લ પાર્કમાં સર્જાયો હતો બેલ્લારીમાં આવેલા અટલ બિહારી વાજપેયી ઝૂઓલૉજિક્લ પાર્કમાં સફારી રાઈડ માણવા ગયેલા કેટલાક સહેલાણીઓને નજર સામે મોત દેખાયું હતું મળતી વિગતો પ્રમાણે જંગલના રાજાને જોવા માટે તેની નજીક જઈ રહેલા સહેલાણીઓને જોઈને રોષે ભરાયેલા સિંહે તેમની સફારી કાર પર હુમલો કર્યો હતો સિંહની ત્રાડ અને તરાપથી થરથરી ગયેલા પ્રવાસીઓએ તેમની ગાડી ભગાવી હતી જો કે સિંહે પણ તેમનો પીછો કરવાનું ચાલુ રાખતાં જ બધા જ પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા સદનસીબે ડ્રાઈવરે ઘટનાની ગંભીરતા જાણીને ગાડીને પૂરપાટ ભગાવીને આ સિંહથી છૂટકારો મેળવ્યો હતો અંદાજે એક કિમી સુધી સિંહે પણ તેમની પાછળ દોટ મૂકી હતી જે ગાડીમાં સવાર એક પ્રવાસીએ કેમેરામાં રેકોર્ડ કરી હતી

Videos similaires