ઊના:ગીરગઢડા તાલુકાનાં જામવાળા ગામે રહેતા બે ભાઇઓ ધોકાધાર વિસ્તારમાં નદીમાંથી માછલી પકડતા હતા ત્યારે વનકર્મચારીએ આવીને ફોટા પાડતાં બંને ભાઇનો ભાગ્યા હતા પાછળથી એક પથ્થરનો ઘા આવ્યો હતો પછી બંને ભાઇઓ છૂટા પડી ગયા હતા બાદમાં લાંબા સમય સુધી ભાઇ ઘેર ન આવતાં ગામના 4-5 લોકો શોધવા નિકળ્યા હતા તેઓને નદીના છીછરા પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈને હાલ ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળી રહ્યો છે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પથ્થર મારતા યુવકનું ડુબી જવાથી મોત થયું છે જેથી પોલીસ દ્વારા વનકર્મી પર પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે