ખેતરમાંથી 13 ફૂટ લાંબો 400 કિલોનો મહાકાય મગર અને 9.5 ફૂટના અજગરને રેસ્ક્યૂ કરાયા

2019-10-11 1,263

વડોદરા:વડોદરા શહેર નજીક આવેલા દુમાડ ગામમાં રહેતા મેહુલભાઇ પટેલના ખેતરમાંથી ગુજરાત પ્રાણી ક્રુર નિવારણ સંસ્થાએ 400 કિલો વજનનો 13 ફૂટ લાંબો મહાકાય મગર રેસ્ક્યૂ કર્યો હતોગુજરાત પ્રાણી ક્રુર નિવારણ સંસ્થાના વડા રાજ ભાવસારે જણાવ્યું હતું કે, સવારે 7 કલાકે દુમાડ ગામમાંથી મેહુલભાઇ પટેલનો ખેતરમાં મગર હોવાનો ફોન આવ્યો હતો ફોન આવતા અમારી ટીમના રીનવ કદમ, વન વિભાગના નિતીન પટેલ, લાલુ નિજામા પહોંચી ગયા હતા અને ગામ લોકોની મદદ લઇ મહાકાય મગરને પકડી પાડવામાં આવ્યો હતો આ મગરની લંબાઇ 13 ફૂટ છે અને તેનું વજન 400 કિલો છે આ ગામમાંથી ટૂંકા ગાળામાં 11 મગરો પકડવામાં આવ્યા છે દુમાડ ગામના ખેતરમાંથી પકડવામાં આવેલા મગરને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો છે

Videos similaires