આણંદમાં આંગડીયા પેઢીના કર્મચારીના 46 લાખ રૂપિયા લૂંટી અજાણ્યો શખ્સો ફરાર

2019-10-10 387

આણંદ: આણંદના લાંભવેલ જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે આવેલી આંગડીયા પેઢીમાં 46 લાખ રૂપિયાની લૂંટ થઇ છે લૂંટની ઘટના બાદ ડીવાયએસપી અને રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો પોલીસે સીસીટીવી મદદથી આરોપીપને પકડવાની તજવીજ હાથ ધરી છે આણંદ લાંભવેલ રોડ પર ટ્રાફિકથી ધમધમતા માર્ગ ઉપર આંગડિયા પેઢીના પિતા અને પુત્ર ઘરેથી બાઇક પર પેઢીના 45થી 50લાખ રોકડ લઇને નીકળ્યા હતા તેઓ માલવ પટેલના પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા લૂંટારૂઓએ બાઇક પરથી નાંણા ભરેલો થેલો લઈને રફુચક્કર થઇ ગયા હતા ઘટનાને પગલે જિલ્લા એલસીબી અને સ્થાનિક પોલીસ એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે પેટ્રોલ પંપ તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તેમજ જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે

Videos similaires