ખાંભા સહિત ગીરના જંગલમાં એક કલાકમાં 4 ઇંચ

2019-10-10 441

જૂનાગઢ, કોડીનાર, માળિયાઃ વરસાદે જાણે પુરા વર્ષ રહેવાનું નકકી કરી દીધુ હોય તેમ એક દિવસનાં વિરામ બાદ ફરી વરસાદ ઓચિંતો ખાબકી પડે છે ત્યારે હજુ માંડ ખેડુતો ખેતરે કામે લાગે ત્યાં ફરી પાછો વરસાદ ખાબકી જાય છે ત્યારે હવે લોકો ખરેખર થાયકા છે ત્યારે વધુ એક થી બે ઇંચ વરસાદ સોરઠમાં પડી જવા પામ્યો હતો જેમાં માળિયામાં અડધી કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકી જતાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં કોડીનાર શહેરમાં બપોરે ચાર વાગ્યા આસપાસ ધોમધખતો તડકો હતો ત્યાં ઓચીંતો જ વરસાદ પડવાનો શરૂ થઇ ગયો હતો અને ગાજવીજ સાથે કલાકમાં બે ઇંચ જેવો વરસાદ પડી જવા પામ્યો છે તો બીજી તરફ સુત્રાપાડનાં ગ્રામ્ય વિસ્તાર મોરડીયામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો બીજી તરફ ગડુ તેમજ માળિયામાં બે ઇંચ જેવો વધુ વરસાદ નોંધાવતા ફરી રસ્તાઓ પાણીથી તરબોતળ થઇ ગયા હતાં અને ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયાં હતાં તો બીજી તરફ માળીયામાં અડધી કલાકમાં બે ઇંચ વરસાદ વરસ જતાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતાં અવિરત વરસાદને કારણે ખેડુતો પણ ચિંતામાં મુકાયા છે આમ જાણે વરસાદ રોકાવવાનો નામ લેતો ન હોય અને પુરા વર્ષ રહેવાનો હોય તેવું લોકોને લાગી રહયું છે

Free Traffic Exchange

Videos similaires