ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે રાજ્યની પોલીસને દરોડા પાડવાં આદેશ અપાયા છે આદેશમાં જણાવાયું છે કે, રાજ્યમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસની તમામ એજન્સીઓ દ્વારા બુટલેગરો, જુગારીઓ તથા શંકાસ્પદ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવે આ સ્પેશ્યલ ડ્રાઇવ આજે બુધવારથી એક સપ્તાહ સુધી ચાલશેમાનહાનિ કેસમાં આજે રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજર રહેશે અને આવતી કાલે અમદાવાદની કોર્ટમાં હાજર રહેશે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ બધા મોદીને ચોર કહેતાં માનહાનિનો કેસ સુરત ખાતે થયો છે તો રાહુલે અમદાવાદમાં નોટબંધી વખતે કરાયેલા આક્ષેપ બદલ માનહાનિનો કેસ કરવામાં આવ્યો છે