કોલકત્તાના ઇલિયાસ મિયાં નામના આ પોલીસકર્મીનો વીડિયો ફરી એકવાર વાઈરલ થવા લાગ્યો છે ગયા વર્ષે પણ પોતાની હટકે સ્ટાઈલ અને એનર્જીના કારણે તેનો વીડિયો વાઈરલ થયો હતો વીડિયોમાં જોઈ શકાતું હતું કે પંડાલના દર્શન કરવા જતા શ્રદ્ધાળુંઓની ભીડને તે અનોખો અંદાજમાં કંન્ટ્રોલ કરતો હતો આ વર્ષે કોલકત્તા પોલીસે જ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઈલિયાસનો વીડિયો શેર કર્યો હતો પોલીસે તેના કેપ્શનમાં લખ્યું હતું કે, આ છે ઈલિયાસ મિયાં, કોલકત્તા પોલીસનો સિપાહી ગયા વર્ષે તેમની ડ્યૂટી ત્રિધારા મંડપમાં હતી જ્યાં તેમણે સતત સિસોટી વગાડીને ભીડને કંન્ટ્રોલ કરી હતી આ વર્ષે પણ તેઓ ત્યાં જ ફરજ પર હાજર છે જ્યાં ફરી તેઓ કલાકો સુધી સિસોટીના સૂરે સહુને પંડાલ સુધી જવા માટેના જરૂરી એવા દિશાનિર્દેશ આપી રહ્યા છે
વીડિયોમાં પણ જોઈ શકાય છે કે ઈલિયાસ વાંસના બૅરિકેડ પર ઉભો રહીને સિસોટી વગાડી રહ્યો છે સાથે જ તે લોકોને હાથ દ્વારા ઈશારો કરીને આગળ વધવાની જરૂરી સૂચનાઓ આપે છે તેની આવી એનર્જીથી ભરપૂર કાર્યક્ષમતા જોઈને અનેક યૂઝર્સે પણ વખાણ કર્યા હતા કોઈએ તો તેમના વખાણ કરતાં કહ્યું હતું કે, દેશની સાંપ્રદાયિકતાનો સાચો રંગ તો આવા લોકો છે જેઓ માટે ધર્મ કરતાં વધુ મહત્વની છે પોતાની દેશ અને રાજ્ય પ્રત્યેની ફરજ તો કોઈએ ઑસમ એનર્જી કહીને વખાણ કર્યા હતા