પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ચીનના પ્રવાસે છે બીજિંગમાં ઈમરાનની મુલાકાત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થઇ જિનપિંગે આ મિટીંગમાં કહ્યું કે કાશ્મીર પર અમારી લગાતાર નજર છે અને ચીન પાકિસ્તાનના મૂળ હિતોથી જોડાયેલા મુદ્દાઓ પર તેનું સમર્થન કરશે ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆ પ્રમાણે જિનપિંગે કહ્યું- કાશ્મીરની પરિસ્થિતિમાં શું સાચુ છે અને શું ખોટુ છે તે સ્પષ્ટ થઇ ચૂક્યું છે બન્ને પક્ષોને શાંતિપૂર્ણ વાતચીતથી આ મામલો નિપટાવવો જોઇએ
ઈમરાન સાથે મુલાકાતમાં જિનપિંગે કહ્યું- ચીન અને પાકિસ્તાનની મિત્રતા પથ્થર જેવી મજબૂત અને અતૂટ છે તેનાથી ફરક નથી પડતો કે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓમાં શું બદલાવ થઇ રહ્યો છે અમે ચીન-પાકિસ્તાનના ભવિષ્યને નવા યુગમાં લઇ જવા માટે સાથે મળીને કામ કરીશું અમારા સંબંધોમાં હંમેશા ઉત્સાહ બરકરાર રહેશે