અમદાવાદમાં કોચરબ પાસે કાર ધોતા વૃદ્ધ પર છરી અને દેશી કટ્ટાથી હુમલો, હોસ્પિટલમાં ખસેડાયા

2019-10-09 3,817

અમદાવાદ:પાલડી વિસ્તારમાં કોચરબ ગામના કાગદીવાડમાં આજે વહેલી સવારે વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો હતો છરી અને દેશી કટ્ટા વડે હુમલો કરાતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કાગદીવાડમાં રહેતા મુસ્તકભાઈ ચૌહાણ આજે સવારે ઘરની બહાર તેઓ ગાડી સાફ કરી રહ્યા હતા ત્યારે મોંઢે રૂમાલ બાંધેલો એક શખ્સ આવ્યો હતો અને દેશી તમંચા જેવા હથિયારથી મારવા ગયો હતો જો કે હથિયાર ન ચાલતા પાછળથી આવેલા એક શખ્સએ મુસ્તાકભાઈને છરી વડે હુમલો કર્યો હતો હુમલો કર્યા બાદ બંને ફરાર થઈ ગયા હતા

Videos similaires