ઊંઝામાં ઉમિયા માતા મંદિરથી શોભાયાત્રા બાદ યજ્ઞસ્થળે ભૂમિપૂજન અને વિજય સ્થંભ આરોહણ કરાયું

2019-10-08 169

ઊંઝા/ મહેસાણા:આજે વિજયાદશમીએ ઊંઝા ખાતે મા ઉમિયાના સાનિધ્યમાં લક્ષચંડી મહાયજ્ઞને અનુલક્ષીને ભૂમિપૂજન અને વિજય સ્થંભ આરોહણ સમારોહ યોજવામાં આવ્યો હતો જેના ઉપલક્ષમાં મા ઉમાના નિજ મંદિરેથી સવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં બગીમાં બિરાજમાન મહાયજ્ઞના તમામ મુખ્ય પાટલાના યજમાનો, દ્વિચક્રી વાહનો પર સવાર યુવતીઓ, માથે જવેરા સાથેનો કુંભ ઘડો મૂકેલી મહિલાઓ તેમજ પાટીદાર સમાજના અનેક શ્રેષ્ઠીઓની સાથે મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા