રક્ષામંત્રી રાજનાથે રાષ્ટ્રપતિ મેન્ક્રો સાથે મુલાકાત કરી, આજે પ્રથમ રાફેલ મેળવશે

2019-10-08 1,089

ફ્રાન્સ મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ભારતને પહેલું રાફેલ લડાકુ વિમાન સોંપશે પેરિસ રવાના થતા પહેલાં રાજનાથ સિંહે સોમવારે કહ્યું હતું કે, આજે ભારતને રાફેલ મળવા બાબતે સમગ્ર દેશમાં ઉત્સાહ છે હવે રાફેલ વિમાન ઓફિશિયલ રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે દરેક ભારતીય તેના સાક્ષી બનશે રાજનાથ સિંહે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે પણ મુલાકાત પણ કરી છે વાયુસેનાના વાઈસ ચીફ એર માર્શલ એચએસ અરોરા પણ રક્ષા મંત્રીની સાથે હશે

રાજનાથ સિંહ ત્રણ દિવસની મુલાકાતે ફ્રાન્સ પહોંચ્યા છે તેમણે ટ્વિટર પર કહ્યું કે, ભારત ફ્રાન્સની સાથે સંબંધો મજબૂત કરવા ઉત્સુક છે તાજેતરના વર્ષોમાં ભારત-ફ્રાન્સના દ્વીપક્ષીય સંબંધો મજબૂત થયા છે બંને દેશો તરફથી સંબંધોને વધારે સારા કરવાનો પ્રયત્ન કરવાનો છે

Videos similaires