અભિષેક જાની, ડીસા:ઓક્ટોબર વર્ષ 2016માં બે ઈંચ વરસાદ પડ્યા બાદ ત્રણ વર્ષે ફરી ઓક્ટોબર 2019માં બનાસકાંઠામા વરસાદ ખાબક્યો હતો આ વર્ષે અરબી સમુદ્રમાં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેસર પ્રેસરના કારણે બનાસકાંઠામાં ઓક્ટોબર માસના પ્રથમ દિવસે પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતોજ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો હતો રાજ્યમાં ચોમાસું લંબાવાનું કારણ અરબી સમુદ્રની વેલમાર્કે લો પ્રેસર અને કચ્છમાં સર્જાયેલી અપર એર સાયકલોનિક સિસ્ટમ છે
કયા જિલ્લામાં સિસ્ટમની અસર વર્તાઈ
અરબી સમુદ્રમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેસરના કારણે રાજ્યમા 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દીવ દમણ અને દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી મધ્યમ વરસાદ પડ્યો હતોજ્યારે રાજકોટ જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છમાં એક દિવસ ભારેથી મધ્યમ વરસાદ ખાબક્યો હતોજ્યારે રાજ્યના પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને અમરેલી સહિતના જિલ્લામાં 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ભારે તેમજ મધ્યમ વરસાદ ખાબકતા જન જીવન પ્રભાવિત થયું હતું
ચોમાસું સપ્ટેમ્બરના અંતમાં પૂરું થાય છે
સામાન્ય રીતે સપ્ટેમ્બર માસના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વિધિવત રીતે પૂર્ણ થતું હોય છેપરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર માસમાં પ્રથમ અઠવાડિયામાં બનાસકાંઠામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે
પાકને નુકસાન અને બીમારી વકરી
ખેડૂતોના બાજરી કપાસ સહિત અનેક પાકોમાં નુકસાન થયું છેબીજી તરફ વરસાદના કારણે ડેંન્ગ્યુ, મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે છેલ્લા પાંચ વર્ષમાં બનાસકાંઠામાં ઓક્ટોબર માસમાં થયેલા વરસાદનો આંકડો જોતા વર્ષ 2015માં 0 મીમી વરસાદ નોંધાયો હતોજ્યારે વર્ષ 2016માં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતોજ્યારે વર્ષ 2016 - 17માં વરસાદ નોંધાયો ન હતો આ વર્ષે ઓક્ટોબર માસની પ્રથમ તારીખે પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતોજ્યારે પ્રથમ અઠવાડિયામાં ત્રણ ઇંચ ( 792 મીમી) વરસાદ નોંધાયો હતો
ડિપ્રેશનમા ફેરવાયા બાદ સિસ્ટમ નબળી પડતા ચોમાસું લંબાયું
ચાલુ સિઝનમા કચ્છમા અપર એર સાયક્લોનિક સિસ્ટમ તથા સપ્ટેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ સક્રિય થઈ હતીબાદમાં વેલમાર્ક લો પ્રેસર ડીપ ડિપ્રેશનમા ફેરવાયા બાદ સિસ્ટમ નબળી પડી હતીજેના કારણે ચોમાસું લાબું ખેંચાયું હતું